#

આપણે કોણ છીએ ?

આ કોઈ યુનિયન એસોશિએશન કે પછી કોઈ ચેન સિસ્ટમ નથી પરંતુ માત્રને માત્ર ડ્રાઈવરભાઈઓનું વિશાળ દળ સ્થાપિત કરવાનું છે. ઉ.દા. તરીકે આર.એસ.એસ. (R.S.S.) દળ, બજરંગ દળ, શિવસેના દળ, ભીમસેના દળ, કરણી સેના જેવું જ એક દળ જે હર હંમેશ ડ્રાઈવરભાઈઓના પોતાના સર્વાંગી વિકાસ માટે દિન-પ્રતિદિન પ્રગતિ સાથે ગતિશીલ રહે તેમનામાં જાગૃતા આવે.

આ યોજના માત્ર ને માત્ર હિન્દુસ્તાની ડ્રાઈવરભાઈઓના પરિવારને ધ્યાનમાં રાખીને તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે તે ઉદ્દેશથી રીક્ષા ડ્રાઈવર, ટેક્ષી ડ્રાઈવર, ટ્રક ડ્રાઈવર, બસ ડ્રાઈવર, ટ્રેલર ડ્રાઈવર વગેરે.. પ્રકારના ડ્રાઈવરના પરિવાર પુરતી મર્યાદિત રાખવામાં આવેલ છે.

શા માટે રાઇડર ફાઉન્ડેશન?

આવનાર સમયમાં રીક્ષા ડ્રાઈવર, ટેક્ષી ડ્રાઈવર, ટ્રક ડ્રાઈવર, બસ ડ્રાઈવર, ટ્રેલર ડ્રાઈવરના દિકરાઓ માત્ર ડ્રાઈવર નહી બને એ મારૂં (“રનવે રાઇડર ફેમિલી ફાઉન્ડેશનમાં”)નું ઓપન ચેલેન્જ છે. જે ડ્રાઈવર ભાઈઓ આ સંગઠનમાં જોડાયેલા રહેશે અને તેના નિતિ-નિયમોનું ચુસ્ત પણે પાલન કરશે તો તેના પરિવારમાં હું (“રનવે રાઇડર ફેમિલી ફાઉન્ડેશનમાં”) ભવિષ્યમાં ક્યારેય કોઈપણ પ્રકારના ડ્રાઈવર બનવા દઈશ નહીં. આ માટે આપ સર્વે ડ્રાઈવર ભાઈઓનો ભરપુર સાથ અને સહકાર જોઈશે. આવનાર સમયમાં ડ્રાઈવરના દિકરાઓ ડ્રાઈવર જ નહીં પરંતુ જજ, કલેક્ટર, આઈ.એ.એસ., આઈ.પી.એસ., ડૉક્ટર, ચાર્ટર એકાઉન્ટન્ટ, ઑર્કીટેક, વકીલ, એન્જીનિયર, પાયલોટ, બિઝનેશમેન, સ્પોર્ટમેન, કલાકાર, ગાયક કલાકાર જેવા સ્વભિમાની વ્યવસાય સાથે સંકળાયેલા રહેશે નહી કે માત્ર ડ્રાઈવર જ, આપણી પોતાની એક અલગ ઓળખાણ થશે. આપણું માન જળવાશે સ્વભિમાન સાથે આપણું નામ લેવાશે.

#

આપણો લક્ષ

અમારો ધ્યેય ડ્રાઇવરો અને તેમના પરિવારોના વિકાસ અને જાગરૂકતાને પ્રોત્સાહન આપવાનો છે જેથી તેઓની ભાવિ સફળતાને સમર્થન મળે. અમે માનીએ છીએ કે શિક્ષણ અને જાગૃતિ એ ડ્રાઇવરો અને તેમના પરિવારોને તેમના જીવન અને કારકિર્દી પર સકારાત્મક અસર કરતા માહિતગાર નિર્ણયો લેવામાં મદદ કરવા માટેના મુખ્ય પરિબળો છે.

#

ઉજ્જવળ ભવિષ્ય

રનવે રાઇડર ફાઉન્ડેશન તમારા બાળકોને તેમની કારકિર્દીમાં સફળ થવા અને તેમના ભવિષ્યના નિર્માણ માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કરીને વધુ સારું ભવિષ્ય પ્રદાન કરવા માટે સમર્પિત રહેશે.

#

શિક્ષણ અને સલામતી

અમે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા અને બાળકોના ભવિષ્યની સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારું લક્ષ્ય બાળકોને જીવનમાં સફળ થવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવાનું છે.

#

સહાયક સંસ્થા

આપણે સૌ સાથે મળી એક જુથ થઈ લોકોમાં આપણા વિચાર અને મંતવ્યો બદલી શકીયે તે હેતુથી આપણે પોતાનું એક વિશાળ સંગઠન ઉભું કરીને તેના દ્વારા સમાજમાં એક ઉદાહર આપીએ.

હમણાં જ જોડાઓ રનવે રાઇડર ફેમિલી ફાઉન્ડેશનમાં

Copyright 2023. All Rights Reserved. Runway Rider